સુપર-ડુપર હેપ્પી

હમણાં થોડા દિવસ પહેલા જ એક વિખ્યાત સમાચારપત્રમાં એક વાત છપાયેલી કે જુદા જુદા દેશોમાં લોકો કેટલા અંશે સુખી છે તે અંગે સર્વે કરાયો અને તેમાં ભારતનો ક્રમ સવાસોની આસપાસ રહ્યો. અલબત્ત પાકિસ્તાન અને ચીનના નંબર ૯૦ની આસપાસ છે! સીધા શબ્દોમાં કહીએ તો ભારત દેશમાં લોકોનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ ખુબ નીચો છે! Continue reading


આઉટ ઓફ ટ્રેક

એક કોલેજમાં દરેક શબ્દને આનુસંગિક આઉટ ઓફ ટ્રેક અર્થઘટન કરવાની સ્પર્ધા યોજાઈ. તેમાંના કેટલાક અહીં રજુ કર્યા છે…
સ્વભાવ : પોતાનો હોય તો પ્રભાવી ને બીજાનો હોય તો વિભાવી… અભાવ વગર જેનો નિભાવ ન થઇ શકે…
માણસાઈ… ઉંમર વધતા ઘટવા લાગે તે…
સત્તા… જે મળતા જ સાચા લક્ષણો ઝળકવા માંડે તે…
પુરુષાર્થ : કરવાની સલાહ આપવા વાળા ક્યારેય ન કરે તે…
ભગવાન : એક પરીકલ્પના, જેના નામે અબજોનો વેપાર કરી શકાય… Continue reading


ત્રણ પ્રકારના જીવન

જિંદગીને ત્રણ રીતે જીવી શકાય. એક તો હપ્તામાં, એટલે કે રોજની મજા રોજ જ કરી લેવાની. બીજું એક સાથે! એટલે કે સાહીઠ સુધી કમાઈને, પછી ભેગું કરેલું એકસાથે વાપરવાનું! ને ત્રીજું છે ક્યારેય નહીં… એમાં આખી જિંદગી ધ્યેય અને સફળતા પાછળ દોડ્યા જ કરવાનું, મજા-બજા ભૂલી ને! Continue reading


હું શું કરી શકું?

મારી ફરજ એ છે કે… હું ભૂખ્યાને ભોજન આપુ, પણ ‘કોળિયો ચાવીને આપો’ એવી આશા રાખે તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું તરસ્યાને નદીનો રસ્તો બતાવું, પણ ત્યાં જવા એ તૈયાર જ ન હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું ચર્મરોગ(બીમારી)ની દવા આપું, પણ વલુરવું એનો શોખ હોય તો હું શું કરી શકું? Continue reading


ફેંકમફેંક

ફેંકમફેંક :
આજે કોલેજમાં એક અલગ જ પ્રકારની સ્પર્ધા હતી, ફેંકવા(ગપ્પા મારવા)ની સ્પર્ધા! જે કંઈ પણ બોલો તે સાચું ના હોવું જોઈએ… જો કે ગપ્પા તો એકએકથી ચડે એવા હતા, પણ ઝીલેલા ગપ્પામાંથી વાંચવા જેવા કેટલાક જ રજુ કર્યા છે! Continue reading


ડેવિલ સર્કિટ અને જીવન

ગઈ કાલે જ અમે ડેવીલ સર્કિટની અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધેલો. તેમાં પાંચ કિલોમીટરનું અંતર કાપવા દરેકે અલગ અલગ પંદર ઓબ્સ્ટેકલ્સમાંથી પસાર થવાનું હતું. Continue reading


એક દિવાળી મલેશીયા, સિંગાપોરમાં….

સિંગાપોર-મલેશીયા જવાના આગલા દિવસે જ હાર્દિક ક્યાડાએ કહ્યું, “પાછા આવીને આ આખા પ્રવાસનું તમારે વર્ણન કરવાનું છે.” આ વાત મને ખુબ કામ આવી! મેં દરેક જગ્યાને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ કારણકે મારે તેના વિશે લખવાનું હતું! Continue reading


સુલભ અસભ્યતા

‘પચ્ચ…’, કોઈ થુંક્યુ હોય એવું મને લાગ્યું. મેં અવાજની દિશામાં જોયું. અંધારું હોવાથી હું કંઈ તારણ કાઢી શક્યો નહીં. કદાચ મને ભ્રમ થયો હશે. ફરી એવું લાગ્યું. પછી તો વારંવાર આવું થવા લાગ્યું. કોઈના થૂંકવાનો અવાજ આવી રહ્યો હતો. Continue reading


આજની યુવા પેઢી

ગઈ કાલે એક ચાલીસેક વર્ષના વ્યક્તિએ મારી પાસે તેમની કથામાં વ્યથા ઠાલવી, “આજે ખાલી તુક્કા લડાવનારી કે હુક્કાબારમાં ભુક્કા બોલાવતી યુવા પેઢીની પેઢી મોટી થઇ છે. ચેટીંગનું રેટીંગ ઊંચું ગયું છે ને ડ્રીંક કરવામાં કશું જ થીંક નહી કરનારા પણ વધ્યા છે. એ જાણતા નથી કે ડ્રગ્સના નશામાં દશા બગડી જશે, મરીજુઆનાનું સેવન કરવામાં સાલ્લાઓ વહેલા મરી જવાના!!! Continue reading