તું ચાલ્યો જા….

તું ચાલ્યો જા, તું ચાલ્યો જા, ડગ્યા વિના તું ચાલ્યો જા.
અજબ ગજબની સ્પર્ધા છે, ગોળ ગોળ આ દુનિયામાં,
તારી સ્પર્ધા તારી સાથ, માણસ બન એ ઈચ્છે નાથ. તું ચાલ્યો જા….
લોકો જેવો કર ના ખાર, પ્રેમ મદદનો કરજે વાર,
જીતતા નહીં લાગે વાર, ખરેખરો તારો અભાર. તું ચાલ્યો જા….
ક્ષણ ભંગુર આ જીવનમાં, માથે મોત ને પગમાં પાપ,
જીવનનો છે કંઈક ધ્યેય, પામી બનજે તું અજેય. તું ચાલ્યો જા….
ઝાડ પાનને દેખાય નભ, દુનિયાને એ મોટો ભ્રમ,
અર્જુન બની તું ધ્યેય સાધ, દેખાશે પોપટની આંખ. તું ચાલ્યો જા….
પ્રમાદીને આવે જોર, મચાવે એ ભારે શોર,
વીર બની તું આગળ વધ, આંકડે લટકે મીઠું મધ. તું ચાલ્યો જા….
આવશે પથ ભારે પથરાળ, આગળ વધજે વિના ગભરાટ,
આવશે જયારે જંગલ ગાઢ, સાવજ બની તું ત્યારે ત્રાડ. તું ચાલ્યો જા….
સમંદર તો ભારે ઊંડા, ડરી જાય એ લાગે ભુંડા,
કોઈનો રાખ નહીં ફફડાટ, જીતવાનો ભારે તલસાટ. તું ચાલ્યો જા….
જગ તો બોલે અવળા બોલ, તું માનજે એને પોલા ઢોલ,
મનમાં જો આસ્થા અપાર, તો પામીશ સીદ્ધિ અપરંપાર. તું ચાલ્યો જા….
દેખાય છે જે વેંત દૂર, વાસ્તવમાં એ જોશે નુર,
પરસેવાના ખારા જળ, ધીરજના છે પ્યારા ફળ. તું ચાલ્યો જા….
સફળ થવું છે અઘરૂ જાણ, પણ દ્રઢતા મહેનત સંગાથ,
કહે ‘કવિ’ છે ચોક્કસ વાત, વાગશે તારો ડંકો માન. તું ચાલ્યો જા….

One thought on “તું ચાલ્યો જા….

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *