એક દિવાળી મલેશીયા, સિંગાપોરમાં….

સિંગાપોર-મલેશીયા જવાના આગલા દિવસે જ હાર્દિક ક્યાડાએ કહ્યું, “પાછા આવીને આ આખા પ્રવાસનું તમારે વર્ણન કરવાનું છે.” આ વાત મને ખુબ કામ આવી! મેં દરેક જગ્યાને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ કારણકે મારે તેના વિશે લખવાનું હતું! Continue reading


સુલભ અસભ્યતા

‘પચ્ચ…’, કોઈ થુંક્યુ હોય એવું મને લાગ્યું. મેં અવાજની દિશામાં જોયું. અંધારું હોવાથી હું કંઈ તારણ કાઢી શક્યો નહીં. કદાચ મને ભ્રમ થયો હશે. ફરી એવું લાગ્યું. પછી તો વારંવાર આવું થવા લાગ્યું. કોઈના થૂંકવાનો અવાજ આવી રહ્યો હતો. Continue reading


આજની યુવા પેઢી

ગઈ કાલે એક ચાલીસેક વર્ષના વ્યક્તિએ મારી પાસે તેમની કથામાં વ્યથા ઠાલવી, “આજે ખાલી તુક્કા લડાવનારી કે હુક્કાબારમાં ભુક્કા બોલાવતી યુવા પેઢીની પેઢી મોટી થઇ છે. ચેટીંગનું રેટીંગ ઊંચું ગયું છે ને ડ્રીંક કરવામાં કશું જ થીંક નહી કરનારા પણ વધ્યા છે. એ જાણતા નથી કે ડ્રગ્સના નશામાં દશા બગડી જશે, મરીજુઆનાનું સેવન કરવામાં સાલ્લાઓ વહેલા મરી જવાના!!! Continue reading


એક અદભુત વિભૂતિ :

પ્રમુખ સ્વામી વિશે મેં અત્યાર સુધીમાં જે કાંઈ પણ વાંચ્યું કે સાંભળ્યું છે, તેવું કદાચ બીજા કોઈ માટે ક્યારેય જાણ્યું નથી. તેમનું ન્યારું વ્યક્તિત્વ સદાય પ્યારું અને મારું લાગ્યું છે. તેમની ભક્તિથી મળતી શક્તિનું વર્ણન શબ્દોમાં થઇ શકે તેમ નથી. આમ તો પિતા પર થી પુત્રની ઓળખાણ થાય પણ આજે મારા જેવા સેંકડો લોકો “બાપા”ને લીધે “બાપ્સ”ને ઓળખતા થયા છે. Continue reading


માસ્ટર સ્ટ્રોક :

આજે દેશના વેશ જોવા જેવા છે, બધા ડખે ચડયા છે, કારણકે મોદી સાહેબે ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની જૂની નોટોની અર્થી કાઢી છે. આ નિર્ણય થી દેશની કેટલીક નોટોને, એ જૂની નોટો ઠેકાણે પાડવામાં તકલીફ પડી રહી છે. એક રીતે આ નિર્ણય કાળા બજારીયાઓ માટે ખારો અને સામાન્ય માણસ માટે સારો છે. Continue reading


ભાઈ! તું ભૂલો પડ્યો…

“પહેલા હું મારી સ્કુલ પૂરી થાય અને કોલેજ શરુ થાય એ માટે મરી રહ્યો હતો,

પછી કોલેજ પૂરી કરીને કામ શરુ કરવા માટે મરી રહ્યો હતો,

પછી લગ્ન કરવા અને સંતાનો જન્મે તે માટે મરી રહ્યો હતો,

પછી મારા બાળકોને મોટા કરવા માટે મરી રહ્યો હતો,

પછી હું નિવૃત્ત થવા માટે મરી રહ્યો હતો,

અને હવે હું ખરેખર મરી રહ્યો છું ત્યારે મને સમજાયું છે કે હું જીવવાનું જ ભૂલી ગયો હતો.”

આ મેસેજ હમણાં થોડા દિવસ પહેલા વોટ્સએપ પર અંગ્રેજીમા વાંચેલો. છ લાઈનમાં આખી જિંદગીનો સાર કહી દીધો હોય એવું લાગ્યું. Continue reading