ફેંકમફેંક

ફેંકમફેંક :
આજે કોલેજમાં એક અલગ જ પ્રકારની સ્પર્ધા હતી, ફેંકવા(ગપ્પા મારવા)ની સ્પર્ધા! જે કંઈ પણ બોલો તે સાચું ના હોવું જોઈએ… જો કે ગપ્પા તો એકએકથી ચડે એવા હતા, પણ ઝીલેલા ગપ્પામાંથી વાંચવા જેવા કેટલાક જ રજુ કર્યા છે!
“ગુજરાતમાં દારૂબંધી છે, એટલે પીવાતો જ નથી.”
“એક છોકરી કે જેને બોયફ્રેન્ડ છે તે પોતાના રિચાર્જના પૈસા જાતે ચૂકવી રહી છે!”
“મારા પપ્પા સરકારી અમલદાર છે, પણ લાંચ લેતા નથી…”
“સરકારી સ્કુલમાં નોકરી કરતા શિક્ષકે પોતાના બાળકને સરકારી સ્કુલમાં ભણવા મુક્યો…”
“ગુજરાતમાં રસ્તા પર કોઈ ના થુંકે, ને જ્યાં ત્યાં કચરો તો બિલકુલ ના ફેંકે! લીફ્ટમાં કે પગથીયામાં પાનની પિચકારી? એવું તો જોવા જ ના મળે…”
“હું એક પતિ-પત્નીને ઓળખું છું, જે આજ સુધીમાં એકપણ વાર ઝગડયા નથી!”
“કોલેજમાં ભણતો એક યુવાન બોલ્યો, ‘બધી જ છોકરીઓ મારા માટે સગી બહેન જેવી છે!’”
“દેખાવે અતિ સુંદર વીણાની ઓફિસમાં બધા જ પુરુષો લઘર-વઘર આવે છે….”
“આપણા દેશનું મીડિયા એકદમ પ્રમાણિક છે!”
“ગર્લ ફ્રેન્ડ હંમેશા સુંદર જ હોય….”
“એક પતિએ તેની અંગત ડાયરીમાં લખ્યું, ‘હું મારી પત્નીથી ડરતો નથી!’”
“ધર્મના નામે ધંધો? એટલે શું? મેં તો આ પહેલી જ વાર સાંભળ્યું!”
“એક એન્જીનીયર, કોલેજમાં ખુબ સિન્સીયરલી ભણેલો…”
“એક ગુજરાતી લેખકે બેન્ટલી કાર ખરીદી…”
“એક પતિ પોતાની પત્નીને સારી રીતે સમજી શકે!”
“એક સત્રમાં સંસદ સાવ શાંતિથી ચાલેલી.”
“અઢાર વર્ષની ઉંમરે છોકરો છોકરી એકબીજાને મેચ્યોર્ડ લવ કરતા’તા!”
“એક શિક્ષકે રીસેસમાં પોતાના પૈસે આખી ચા પીધી!”
“સાહેબે તેના એમ્પ્લોઇને કહ્યું, ‘તારી વાત સાચી છે.’!!!”
“આ સ્પર્ધામાં હું જેટલું પણ બોલ્યો, એ બધું જ સાચું છે!”

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *