હું શું કરી શકું?

મારી ફરજ એ છે કે… હું ભૂખ્યાને ભોજન આપુ, પણ ‘કોળિયો ચાવીને આપો’ એવી આશા રાખે તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું તરસ્યાને નદીનો રસ્તો બતાવું, પણ ત્યાં જવા એ તૈયાર જ ન હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું ચર્મરોગ(બીમારી)ની દવા આપું, પણ વલુરવું એનો શોખ હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું ઝુંપડા વાળાને પાક્કું ઘર અપાવું, પણ ઝુંપડું જ એને મન બંગલો હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું રોજગારીની તકો ઉભી કરું, પણ ઘરે બેસીને તેને આરામ જ કરવો હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું બાળકને ગણાવું, પણ મા-બાપ એને ફક્ત ભણાવવા જ માંગતા હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું પડેલા માણસને હાથ પકડીને ઉભો કરું, પણ એને જમીન પર સુઈ રહેવું ગમતું હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું સૌ પર પ્રેમ વરસાવું, પણ એ છત્રી લઈને ફરતો હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું કંઇક નવું આપું, પણ જુનામાં જ એ કન્ફર્ટેબલ હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું સાચું કહું, પણ એ સાંભળી એને કબજિયાત થઇ જતો હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું દાન આપું, પણ વચેટિયા જ એનો નાસ્તો કરી જતા હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું પ્રામાણિક રહું, પણ આખું ગામ જ ગાંડાનું હોય તો હું શું કરી શકું?
મારી ફરજ એ છે કે… હું સારું લખું, પણ વાંચવા માટે એ તૈયાર જ ન હોય તો હું શું કરી શકું?

One thought on “હું શું કરી શકું?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *