આઉટ ઓફ ટ્રેક

એક કોલેજમાં દરેક શબ્દને આનુસંગિક આઉટ ઓફ ટ્રેક અર્થઘટન કરવાની સ્પર્ધા યોજાઈ. તેમાંના કેટલાક અહીં રજુ કર્યા છે…
સ્વભાવ : પોતાનો હોય તો પ્રભાવી ને બીજાનો હોય તો વિભાવી… અભાવ વગર જેનો નિભાવ ન થઇ શકે…
માણસાઈ… ઉંમર વધતા ઘટવા લાગે તે…
સત્તા… જે મળતા જ સાચા લક્ષણો ઝળકવા માંડે તે…
પુરુષાર્થ : કરવાની સલાહ આપવા વાળા ક્યારેય ન કરે તે…
ભગવાન : એક પરીકલ્પના, જેના નામે અબજોનો વેપાર કરી શકાય… Continue reading


ત્રણ પ્રકારના જીવન

જિંદગીને ત્રણ રીતે જીવી શકાય. એક તો હપ્તામાં, એટલે કે રોજની મજા રોજ જ કરી લેવાની. બીજું એક સાથે! એટલે કે સાહીઠ સુધી કમાઈને, પછી ભેગું કરેલું એકસાથે વાપરવાનું! ને ત્રીજું છે ક્યારેય નહીં… એમાં આખી જિંદગી ધ્યેય અને સફળતા પાછળ દોડ્યા જ કરવાનું, મજા-બજા ભૂલી ને! Continue reading