આઉટ ઓફ ટ્રેક

એક કોલેજમાં દરેક શબ્દને આનુસંગિક આઉટ ઓફ ટ્રેક અર્થઘટન કરવાની સ્પર્ધા યોજાઈ. તેમાંના કેટલાક અહીં રજુ કર્યા છે…
સ્વભાવ : પોતાનો હોય તો પ્રભાવી ને બીજાનો હોય તો વિભાવી… અભાવ વગર જેનો નિભાવ ન થઇ શકે…
માણસાઈ… ઉંમર વધતા ઘટવા લાગે તે…
સત્તા… જે મળતા જ સાચા લક્ષણો ઝળકવા માંડે તે…
પુરુષાર્થ : કરવાની સલાહ આપવા વાળા ક્યારેય ન કરે તે…
ભગવાન : એક પરીકલ્પના, જેના નામે અબજોનો વેપાર કરી શકાય…
સફળતા : તલવારની ધાર પર ચોંટેલું મધનું ટીપું…
કાયદો : ફાયદા વગરનો વાયદો…
કર્મ : જેનો સાચો મર્મ સમજાવવામાં ધર્મ મોટાભાગે નિષ્ફળ જાય છે તે…
સંપ્રદાય : ઘેટા-બકરાનો વાડો…
સ્પર્ધા : કોઈકના બરફની પાટ ઓગળવા પોતાના ઘરમાં આગ લગાડવી તે…
ઈર્ષ્યા : બીજાના સોમાંથી નવ્વાણું કરવા પોતાના સોમાંથી દસ કરવા તૈયાર કરાવે તે વસ્તુ…
વિજ્ઞાન : ગુજરાતીના દુહા-છંદ જેવી શોધ, જે સમજાય નહીં પણ આનંદ આપે…
કલ્પના : એક એવી નારી કે જેને બધા જ પરણેલા હોય…
દોષ : જે બીજામાં ઢગલેબંધ દેખાય ને પોતાનામાં નહીં…
બાયોસેક્સ્યુઅલ : એક એવું ચુંબક જે સમાન ધ્રુવોમાં પણ આકર્ષણ પામે…
કલમ : જવાબદારના હાથમાં હોય તો ગુલાબનું ગુલ, નહીંતર હિટલરની ગેસ ચેમ્બર…
લગ્ન : ચ્વીન્ગમ, જેને ચાવવાની શરૂઆતમાં મજા આવે પણ પછી… ના ગમે ત્યાં થૂંકી શકાય, ના ગળી શકાય, મજા ન આવે તોય ચાવતા રહેવું પડે…
એબોર્શન : બાયપ્રોડક્ટનો નિકાલ…
ટેન્શન : જે જોઈતું નથી, પણ આપવું છે…
ઉપદેશ : સારા પેકીંગમાં અપાતો આદેશ…
જીવન : શેરડીનો સાંઠો, જ્યાં મજા આવવાની શરૂઆત થાય ત્યાં ગાંઠો આવે…
શોર્ટ ફિલ્મ : બાથરૂમમાં બુલેટ ફેરવવું…
મૃત્યુ : ન ગમતી વાસ્તવિકતા…
આત્મહત્યા : ડરપોક માણસનું નીડર કારનામું…
પતિ : રાજા જેવું દેખાતું ગુલામ પ્રાણી…
પત્ની : ગાડીનું એન્જીન…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *