પ્રકરણ ૨૧. અંત ભલા તો સબ ભલા…

માર્ચની ઠંડી આવીને ચાલી ગઈ હતી. એપ્રિલના વરસાદી ઝાપટાએ પણ વિદાય લીધી હતી. છોડ પર કળીઓ ખીલી ઉઠી હતી. જ્હોન ડૂલિટલ પોતાના દેશ પહોંચ્યા ત્યારે, જૂન મહિનાનો સૂર્ય, પાકથી લહેરાતા ખેતરો પર પ્રકાશ પાથરી રહ્યો હતો. Continue reading


પ્રકરણ ૨૦. માછીમારનું ગામ…

ધીમે રહીને, એકદમ હળવેથી ડૉક્ટરે માણસને જગાડ્યો. પણ, ત્યારે જ સળગતી દીવાસળી બુઝાઈ ગઈ અને માણસને લાગ્યું કે બેન અલી ફરી આવી ગયો છે. આથી, માણસ અંધારામાં મુક્કા વીંઝવા લાગ્યો. જોકે, ડૉક્ટરને ખાસ ઇજા ન થઇ કારણ કે અંધારામાં યોગ્ય જગ્યાએ મુક્કો મારવો શક્ય ન હતું. Continue reading


પ્રકરણ ૧૯. ખડક…

બીજી સવારે, સૂર્ય માથા પર આવી ગયો ત્યારે, તે સૌ જાગ્યા અને પોતપોતાની સુંવાળી પથારી પરથી બેઠા થયા. પવન દક્ષિણ તરફથી ફૂંકાવા લાગ્યો હતો. જીપ લગભગ અડધી કલાક સુધી પવન સૂંઘતો રહ્યો. પછી તે ડૉક્ટર પાસે ગયો અને પોતાનું માથું નકારમાં ધુણાવ્યું. Continue reading


પ્રકરણ ૧૮. જીપે પડકાર ઝીલ્યો…

“ચાંચિયાઓએ તારા મામાને દરિયામાં ફેંક્યા નથી એ વાત નક્કી છે. માટે, હવે તેઓ ચોક્કસ મળી જશે. આપણે તેમની શોધખોળ કરવી પડશે.” ડૉક્ટરે કહ્યું. Continue reading


પ્રકરણ ૧૭. ખટપટીયા માછલી…

દરવાજો તોડવા માટે કુહાડી શોધવામાં આવી. પછી, ડૉક્ટરે કુહાડીના ફટકા મારી દરવાજામાં બાકોરું કરી નાખ્યું. બાકોરું, હાથ-પગ ટેકવી અંદર જઈ શકાય તેવડું મોટું હતું. ડૉક્ટર અંદર ગયા. પરંતુ ત્યાં એટલું અંધારું હતું કે થોડીવાર સુધી ડૉક્ટરને કંઈ જ ન દેખાયું. આથી, ડૉક્ટરે માચીસ કાઢી દીવાસળી સળગાવી. Continue reading


પ્રકરણ ૧૬. ટુ-ટુ – એક અજાયબ શ્રોતા…

શાર્ક માછલીઓનો ફરી ફરી આભાર માન્યા પછી, ડૉક્ટર અને તેમના પ્રાણીઓ ઘર તરફ ચાલ્યા. હવે, તેમની પાસે ચાંચિયાઓનું ત્રણ સઢવાળું જહાજ હતું. Continue reading


પ્રકરણ ૧૫. બાર્બરી ડ્રેગન…

ટાપુ પર ઉગી નીકળેલી ભીની શેરડી ખાવાથી ભૂંડને ઠંડી ન ચડી ગઈ હોત તો ડૉક્ટર અને તેમના પ્રાણીઓ સલામત રીતે રફુચક્કર થઇ શક્યા હોત. પણ…
થયું એવું કે Continue reading


પ્રકરણ ૧૪. ઉંદરોની ચેતવણી…

દરિયાના પાણી પર જહાજ ખેંચવું એ કંઈ જેવું તેમ કામ નથી, તેમાં બહુ થાક લાગે. પેલા વાદળી પાંખવાળા પક્ષીઓએ બેથી ત્રણ કલાક સુધી આ પરિશ્રમ કર્યો હતો. આ જ કારણે તેમને થાક લાગવા લાગ્યો અને ઉડવામાં હાંફ ચડવા લાગી. તેમણે ડૉક્ટરને કહેવડાવ્યું કે તેમને આરામની જરૂર છે. Continue reading


પ્રકરણ ૧૩. ચાંચિયા પાછળ પડ્યા…

ફડલબી તરફ પાછા ફરતી વખતે, ડૉક્ટરે બાર્બરી ટાપુ પસાર કરવાનો હતો. (ઘણાં વર્ષો પહેલા યુરોપના તે ટાપુ પર બર્બર જાતિના લોકો રહેતા અને તેથી જ તે ટાપુ ‘બાર્બરી’ તરીકે ઓળખાતો.) આમ તો બાર્બરી ટાપુ એટલે વિશાળ ઉજ્જડ રણપ્રદેશ… તે અફાટ વેરાન રણમાં ફક્ત રેતી અને કાંકરા જ દેખાતા પરંતુ બર્બર તરીકે ઓળખાતા ચાંચિયાઓ ત્યાં મુકામ કરતા. Continue reading