સુલભ અસભ્યતા

‘પચ્ચ…’, કોઈ થુંક્યુ હોય એવું મને લાગ્યું. મેં અવાજની દિશામાં જોયું. અંધારું હોવાથી હું કંઈ તારણ કાઢી શક્યો નહીં. કદાચ મને ભ્રમ થયો હશે. ફરી એવું લાગ્યું. પછી તો વારંવાર આવું થવા લાગ્યું. કોઈના થૂંકવાનો અવાજ આવી રહ્યો હતો. Continue reading


આજની યુવા પેઢી

ગઈ કાલે એક ચાલીસેક વર્ષના વ્યક્તિએ મારી પાસે તેમની કથામાં વ્યથા ઠાલવી, “આજે ખાલી તુક્કા લડાવનારી કે હુક્કાબારમાં ભુક્કા બોલાવતી યુવા પેઢીની પેઢી મોટી થઇ છે. ચેટીંગનું રેટીંગ ઊંચું ગયું છે ને ડ્રીંક કરવામાં કશું જ થીંક નહી કરનારા પણ વધ્યા છે. એ જાણતા નથી કે ડ્રગ્સના નશામાં દશા બગડી જશે, મરીજુઆનાનું સેવન કરવામાં સાલ્લાઓ વહેલા મરી જવાના!!! Continue reading


માસ્ટર સ્ટ્રોક :

આજે દેશના વેશ જોવા જેવા છે, બધા ડખે ચડયા છે, કારણકે મોદી સાહેબે ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની જૂની નોટોની અર્થી કાઢી છે. આ નિર્ણય થી દેશની કેટલીક નોટોને, એ જૂની નોટો ઠેકાણે પાડવામાં તકલીફ પડી રહી છે. એક રીતે આ નિર્ણય કાળા બજારીયાઓ માટે ખારો અને સામાન્ય માણસ માટે સારો છે. Continue reading