નેતાના શોર :

નેતા કરતા ભારે શોર, ઉછળે કાદવ ચારે કોર,
કળા કરતા ધોળા ચોર, લાભે લોટે ભોળા મોર.
લગીર નહીં જે લાજ શરમ, ખુદ પર કરતા ‘નાઝ’ પરમ,
શરમ ન આવે ભુંડાને, પાછળ રાખે ગુંડાને, Continue reading


કુદરતના ખેલ :

કુદરતના છે જબરા ખેલ, ઘાણીએ પીલી કાઢે તેલ,
ના ગમતામાં ધક્કાપેલ, છોડાવી દે છક્કા જેલ.
માને ‘તેણે’ ફાચર મારી, ખોલ ‘પેણે’ અક્કલની બારી,
લાગે સહુને ‘માંગ્યે’ ડાંડ, ભ્રાંતિ સર્જે લાગે સાંઢ, Continue reading


દેશના મંદા હાલ :

આ છે દેશના મંદા હાલ, સલામત ગંદાની ખાલ,
દૂષણ ઘણા એ સાચી વાત, સુધારો જરૂરી ભ્રાત.
પિચકારી જે પાનની, વાત નથી એ શાનની,
રસ્તા પર સૌ થૂંકતા, લાગે ગર્દભ ભૂંકતા, Continue reading


ઈચ્છા :

ઈચ્છામાં છે ફોગટ લગની, ઈચ્છા તો છે પરગટ અગ્નિ,
ઈચ્છાનું છે મુળ બળતરા, ન થાય પૂરી શુળ કળતરા.
ઈચ્છા ‘મીઠું ખાવું’ થાતી, લાગે ‘મળતા તેવું’ જાતી,
સાચી નથી એ વાત ‘પાજી’, વધુ મળતા જાઈશ દાઝી, Continue reading


બાળક પાસે શીખો ‘મોટા’ :

બાળક પાસે શીખો ‘મોટા’, દેખાડો કરે તે ‘ખોટા’,
ના સમજે એ ‘શાનમાં’, પણ વર્તે જાણે ‘જ્ઞાનમાં’.
ડગમગ ડગમગ ચાલમાં, સુરીલા એ તાલમાં,
રમકડામાં માને સુખ, ભેંકડો તાણે દેખી દુઃખ, Continue reading


બનવું મારે નીર જેવું :

બનવું મારે નીર જેવું, આકર્ષે એ રૂપ કેવું,
નબળુ એને તું ના જાણ, તાણે જબરા પુરના તાણ…
આડા અવળા મારગ સંગ, ખાડા પૂરી જીતે જંગ,
ટેકરામાં પણ એડજસ્ટ થાતું, દરિયાને તે મળવા જાતું, Continue reading


તું ચાલ્યો જા….

તું ચાલ્યો જા, તું ચાલ્યો જા, ડગ્યા વિના તું ચાલ્યો જા.
અજબ ગજબની સ્પર્ધા છે, ગોળ ગોળ આ દુનિયામાં,
તારી સ્પર્ધા તારી સાથ, માણસ બન એ ઈચ્છે નાથ. તું ચાલ્યો જા…. Continue reading