પ્રકરણ ૧૧. કાળો રાજકુમાર

વાંદરાઓ નદીકિનારે અટક્યા અને ડૉક્ટરને ભારે હૈયે વિદાય આપી. આ વિદાય આપવામાં ખાસ્સો સમય વીત્યો કારણ કે દરેક વાંદરો જ્હોન ડૂલિટલ સાથે અંગત રીતે હાથ મિલાવવા ઈચ્છતો હતો. Continue reading


પ્રકરણ ૧૦. ‘પુશ્મી-પુલું’ – આ દુનિયાનું વિરલ પ્રાણી…

પુશ્મી-પુલુંની જાત હવે લુપ્ત થઇ ગઈ છે. મતલબ, તે જાતનું એક પણ પ્રાણી આજે હયાત નથી. પણ, ઘણા વર્ષો પહેલા, જયારે ડૉ. ડૂલિટલ જીવતા હતા ત્યારે, તે પ્રાણીઓ આફ્રિકાના ગાઢ જંગલોમાં રહેતા. જો કે ત્યારે પણ તે અતિશય દુર્લભ પ્રાણી ગણાતું. તેમની ખાસિયત એ હતી કે તેઓ પૂંછડી ન ધરાવતા, તેના બદલે શરીરની બંને બાજુએ એક એક માથું હોય! અને બંને માથા પર અણિયાળા શિંગડા… Continue reading


પ્રકરણ ૯. વાંદરાઓની સભા…

ડૉક્ટર ઊંઘતા રહ્યા હતા ત્યાં સુધી ચી-ચી બહાર ઊભો રહ્યો. તે ઈચ્છતો હતો કે કોઈ તેમની ઊંઘમાં ખલેલ ન પહોંચાડે. પછી, જેવા ડૉક્ટર જાગ્યા કે તેમણે કહ્યું, “હવે ફડલબી પાછું જવું પડશે.” Continue reading


પ્રકરણ ૮. સિંહોનો રાજા…

વાંદરાઓના પ્રદેશમાં પહોંચી, જ્હોન ડૂલિટલ અત્યંત વ્યસ્ત બની ગયા. ત્યાં હજારો-લાખો વાંદરાઓ બિમાર હતા… પછી તે ગોરિલા, ઉરાંગઉટાંગ, ચિમ્પાન્ઝી, બબુન, માર્મોસેટ, ભૂરા કે લાલ મોઢાવાળા વાંદરાઓ જ કેમ ન હોય…. કેટલાક તો બિચારા મરી ગયા હતા. Continue reading


પ્રકરણ ૭ : વાંદરાઓનો પૂલ

રાણી અર્મીન્ટ્ર્યુડે પોતાના પતિને આટલો ભયાનક ગુસ્સે થતા પહેલા ક્યારેય જોયો ન હતો. રાજાએ ક્રોધાવેશમાં આવી દાંત ભીંસ્યા. તે દરેકને મુર્ખ કહી બરાડવા લાગ્યો અને પોતાના ટુથબ્રશનો પાળેલી બિલાડી તરફ ઘા કર્યો. Continue reading


પ્રકરણ ૫. રોમાંચક મુસાફરી

હવે, પૂરા છ અઠવાડિયા સુધી, આફ્રિકાનો રસ્તો બતાવતા અને વહાણની આગળ ઉડતા જતા યાયાવર પક્ષી પાછળ, વહાણ તરતું રહેવાનું હતું. રાત્રે તે યાયાવર નાનકડું ફાનસ લઈને ઉડતું જેથી અંધારામાં વહાણ આડુંઅવળું ફંટાઈ ન જાય ! પણ, તેમની આસપાસ પસાર થતા અન્ય જહાજના લોકોને એવું લાગતું કે તેઓ કોઈ ખરતો તારો જોઈ રહ્યા છે ! Continue reading


પ્રકરણ ૪. આફ્રિકાથી સંદેશ આવ્યો…

એ શિયાળો કાતિલ રીતે ઠંડો હતો. ડીસેમ્બર મહિનાની એક રાત્રે, તે સૌ રસોડામાં, તાપણાની આસપાસ, ગરમીની હુંફ લેતા બેઠા હતા. ડૉક્ટર પ્રાણીઓની ભાષામાં પોતે જ લખેલા પુસ્તકમાંથી એક પ્રકરણ વાંચી રહ્યા હતા. ત્યારે ઘુવડ ‘ટુ-ટુ’એ અચાનક કહ્યું, “શશશ.. બહાર પેલો અવાજ શાનો થાય છે?” Continue reading


પ્રકરણ ૩ : પૈસાની ખેંચ વધી…

હવે ડૉક્ટર સારા એવા પૈસા કમાવા લાગ્યા હતા, તેથી તેમની બહેન ખુશ થઇ નવો ડ્રેસ ખરીદી લાવી. જો કે ડૉક્ટર પાસે આવતા કેટલાક પ્રાણીઓ ખૂબ બિમાર રહેતા અને તેમને ડૉક્ટરના ઘરે અઠવાડિયા સુધી દાખલ થવું પડતું, પરંતુ જેવા તેઓ સાજા થવા લાગતા કે બગીચાની લોન પર પાથરેલી ખુરશીઓ પર બેસતા. Continue reading


પ્રકરણ ૨ : પ્રાણીઓની ભાષા…

બન્યું એવું કે એક દિવસ ડૉક્ટર રસોડામાં બેઠા બેઠા પ્રાણીઓનો આહાર વેચતા માણસ સાથે વાતો કરી રહ્યા હતા, તેને પેટમાં દુખતું હોવાથી તે ઈલાજ કરાવવા આવ્યો હતો. Continue reading